નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો શુભારંભ કરાવવા માટે આસામ પહોંચ્યા. મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) નું સ્વાગત કર્યું. તેમણે અહીં બે હોસ્પિટલની આધારશિલા રાખી અને 'અસોમ માલા' કાર્યક્રમની શરૂઆત કરી. ત્યારબાદ પીએમ મોદી પશ્ચિમ બંગાળ જશે. આસામ (Assam) અને પશ્ચિમ બંગાળમાં આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં વિધાનસભા ચૂંટણી થવાની છે. પીએમ મોદીનો આ પ્રવાસ ખુબ મહત્વનો ગણાઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધશે વિકાસ અને પ્રગતિ
પીએમ મોદી (PM Modi) એ અહીં સોનિતપુર જિલ્લાના ઢેકિયાજુલીમાં એક કાર્યક્રમમાં 'અસોમ માલા' કાર્યક્રમમાં સામેલ થતા કહ્યું કે અસોમ માલા રાજ્યના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપશે. આ પહેલ અસમની આર્થિક પ્રગતિ અને કનેક્ટિવિટીને વધુ સારી બનાવવામાં યોગદાન આપશે. તેમણે કહ્યું કે આગામી 15 વર્ષમાં આસામમાં પહોળા અને મોટા રસ્તા બનશે. આ પ્રોજેક્ટ તમારા સપનાને પૂરા કરશે. તેમણે કહ્યું કે વિકાસ અને પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે આ વખતે બજેટમાં મોટી જોગવાઈ રાખવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિશ્વનાથ અને ચરાઈદેવમાં મેડિકલ કોલેજો અને હોસ્પિટલોની પણ આધારશિલા રાખી. તેમણે કહ્યું કે તે આસામના સ્વાસ્થ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપશે. ગત કેટલાક વર્ષોમાં રાજ્યે સ્વાસ્થ્ય દેખભાળમાં ઝડપથી પ્રગતિ કરી છે. તેનાથી માત્ર આસામ નહીં પરંતુ સમગ્ર ઉત્તર પૂર્વમાં લાભ થયો છે. 


Uttarakhand: ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી મચી, અનેક લોકો વહી ગયા હોવાની આશંકા


સ્થાનિક ભાષામાં મેડિકલ કોલેજ
પીએમ મોદીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે 'મારું સપનું છે કે દરેક રાજ્યમાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ માતૃભાષામાં અભ્યાસ કરાવવાનું શરૂ કરે. જ્યારે આસામમાં નવી સરકાર બનશે હું આસામના લોકોને એક વચન આપું છું કે આસામમાં હવે એક મેડિકલ કોલેજ સ્થાનિક ભાષામાં શરૂ કરીશું.' પીએમ મોદીએ કહ્યું કે ડોક્ટર એન્જિનિયર સ્થાનિક ભાષામાં અભ્યાસ કરીને પણ દેશના વિભિન્ન ભાગોમાં સેવાઓ આપશે. તેમણે કહ્યું કે આઝાદ ભારત જ્યારે 75માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે મારું એક સપનું છે કે દરેક રાજ્યમાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ, ઓછામાં ઓછી એક ટેક્નિકલ કોલેજ માતૃભાષામાં ભણાવવાનું શરૂ કરે. મારા દેશના ગરીબના ઘરમાં ટેલેન્ટની અછત નથી હોતી. 


Farmers Protest: કૃષિ કાયદા મુદ્દે BJP ના કદાવર નેતાએ મોદી સરકારની ઝાટકણી કાઢી


આસામને વિકાસ માટે લાંબી રાહ જોવી પડી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ કહ્યું કે આસામના સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશની આઝાદી માટે બલિદાન આપ્યા હતા. આ શહીદોના લોહીના એક એક ટીપા અને સાહસ આપણા સંકલ્પોને મજબૂત કરે છે. આસામનો આ ભૂતકાળ વારંવાર મારા મનને આસામિયા ગૌરવથી ભરી રહ્યા છે. પૂર્વોત્તર અને આસામને વિકાસની સવાર માટે એક લાંબી રાહ જોવી પડી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube